Connect Gujarat
ગુજરાત

એક વિવાહ ઐસા ભી: જુની પરંપરાને જીવંત કરતી જાન નવસારીના જલાલપોરમાં નીકળી, સૌ કોઇ જોતાં રહી ગયા

આજના આધુનિક અને સમાજને બતાવી દેવાની હોડમાં લગ્ન જેવા સમાજિક કાર્યોમાં લખલૂટ પૈસા વપરાય છે,

X

આજના આધુનિક અને સમાજને બતાવી દેવાની હોડમાં લગ્ન જેવા સમાજિક કાર્યોમાં લખલૂટ પૈસા વપરાય છે, પરંતુ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખેડૂત પરિવારે પોતાના પુત્રની જાન ઘોડા ગાડીમાં કે લક્ઝુરિયસ કારમાં નહીં પરંતુ ઘુઘરિયાળા બળદ ગાડે જાન જોડી લાડી લેવા પહોંચ્યા હતા દાયકાઓ જૂની પરંપરાને ખેડૂત પરિવારે આજે પણ જીવંત રાખતા વર્ષો જૂની પરંપરની ઝાંખી થઈ હતી. લાઇટિંગથી સુસજ્જ બળદ ગાડામાં જાન જલાલપુરના સરઇ ગામમાં લગ્ન યોજાયા હતા, જેમાં વરરાજા આધુનિક લાઇટિંગથી સુસજ્જ બળદ ગાડામાં જોવા મળ્યા હતા. મોટાભાગે વરરાજા કાર કે ઘોડા ગાડીમાં સવાર થઈને લગ્ન કરવા નીકળે છે, પરંતુ ખેડૂત પરિવારે ભારતીય પરંપરાને જીવંત કરવા વર્ષો જૂની જાનની પદ્ધતિ અપનાવી હતી. જેને લઈને તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Next Story