/connect-gujarat/media/media_files/2025/05/28/lrBugrSjsqUUAz4wuPgG.jpg)
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ચૂંટણી કમિશનર ડો.એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું2જી જુન 2025ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે.22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે.
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ27મી મે 2025ના રોજ કરવામાં આવી હતી,અને આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે.
જાણવા મળ્યા મુજબ સામાન્ય ગ્રામ પંચાયતની કુલ4688 અને ગ્રામ પંચાયતની પેટા કુલ 3638 મળીને કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.