ગીર સોમનાથ : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની “ENTRY”, હરાજીના પ્રથમ દિવસે 10 હજાર બોક્સની આવક

અંગ દાઝડતી ગરમી વચ્ચે હવે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન

New Update
  • ગરમી વચ્ચે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા

  • સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કેરીની આવક જોવા મળી

  • તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું

  • હરાજીના પ્રથમ દિવસે યાર્ડમાં 9-10 હજાર બોક્સની આવક

  • આ વર્ષે સિઝનના કુલ બોક્સમાં આવકમાં ઘટાડાની સંભાવના 

અંગ દાઝડતી ગરમી વચ્ચે હવે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં કેરીની આવક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડમાં કેસર કેરી સહિત બદામ અને હાફુસની સતત આવક થઈ રહી છેત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીની વિધિવત એન્ટ્રી જોવા મળી છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં બપોરના સમયે કેરીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યું હતો.

હરાજીના પ્રથમ દિવસે યાર્ડમાં 9થી 10 હજાર બોક્સની આવક જોવા મળી હતી. જેમાં 10 કિલોના પેકિંગમાં કેસર કેરીના બોક્સનું વેચાણ થયું હતું. તો બીજી તરફગીર પંથકમાં આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો પણ નોંધાયો હતો. બાગાયતી ખેડૂતોને ઓછો ઉતારો આવતા અન્ય માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટિંગ વધી જતાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે કેરીના બોક્સની આવક જોવા મળી હતી.

હરાજીના પ્રથમ દિવસે ગાયના ફાળા માટે પ્રથમ બોક્સ રૂ. 12 હજારમાં વેચાયું હતું. આ વર્ષે સિઝનના કુલ બોક્સમાં આવકમાં ઘટાડાની સંભાવના વર્તાય રહી છે. ગત વર્ષે 5.90 લાખ બોક્સની આવક નોંધાય હતીજ્યારે આ વર્ષે ચારેક લાખ બોક્સની આવકની ધારણા યાર્ડ પ્રમુખએ વ્યક્ત કરી હતી.

Latest Stories