“મિલ્ક” બાદ “સિલ્ક”માં પણ બનાસકાંઠા અગ્રેસર, એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો કેન્દ્રીય કાપડમંત્રીના હસ્તે પ્રારંભ

બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર બને તે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

New Update

બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છેમિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર બને તે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓ બનાસકાંઠાપાટણ મેહસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટીદાંતીવાડા ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડકૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશનપાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા. મંત્રી ગિરિરાજ સિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશના વિજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતાં આ બંનેને દેશની પ્રગતિશીલતાના આધાર સ્તંભ ગણાવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે. દેશનું કૃષિ બજેટ જે 21 હજાર કરોડ હતું. તે વધીને 1.50 કરોડ થયું છે. દેશની નિકાસ ઉત્પાદકતા 19 લાખ કરોડથી વધીને 76 લાખ કરોડ થઈ છે. દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે 6 હજાર સહાય મળે છે. સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે. તેમનું સ્વપ્ન છે કેદેશના ખેડૂતની આવક બમણી થાયજેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.

વધુમાં કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કેગુજરાતમાં અને બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. એરંડાની ખેતી કરતો ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે તો હેક્ટર દીઠ એકથી દોઢ લાખની વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનારા સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે. દેશના પૂર્વોત્તર પટ્ટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી રેશમની ઉત્પાદકતા વધતા રેશ્મમય ભારતનું નિર્માણ થશે. 'આમ કે આમગુટલી કે ભી દામકહેવત દ્વારા મંત્રીએ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમ ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

Latest Stories