/connect-gujarat/media/media_files/2024/12/12/d4BKZ4uP5jMr1F1Qdkuo.jpg)
દેવભૂમિ દ્વારકામાં બોગસ વિઝા-પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે.આરોપીઓ અલગ-અલગ શહેરોમાં કૌભાંડને અંજામ આપતા હતા. જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપોર્ટ તૈયાર કરતા હતા.જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા. સમગ્ર મામલે SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ દ્વારા સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા જન્મના પ્રામણપત્રો બનાવામાં આવતા હતા. આ મામલે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ થતા, ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સપડાયેલા તલાટી મંત્રી હાર્દિક રાવલીયાની ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોરબંદરના એક શખ્સનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ યુકે જવા ઈચ્છતા લોકોની પસંદગી કરતા હતા. આ પછી યુકેમાં રહેતા પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા અને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપોર્ટની એપ્લિકેશન કરનારા લોકોના ફર્સ્ટ નેમમાં પોતાનું અને માતા-પિતાના નામમાં પોર્ટુગીઝને વાલી દર્શાવામાં આવતા હતા.
આમ આરોપીઓ જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવીને યુકે જવા ઈચ્છા લોકોના બોગસ વિઝા તૈયાર કરતા હતા. જેમાં વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે આરોપીઓ 21 વર્ષથી ઓછી ઉંમર દાખલામાં દર્શાવતા હતા. આ પછી આધારકાર્ડમાં નામ, સરનામુ સહિતના સુધારા વધારા કરીને વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે કામને પાર પાડીને બનાવટી પાસપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પોરબંદર, સુરત, વલસાડ, દમણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.