કચ્છનાં અંજાર શહેરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ જેસલ તોરલની સમાધિ ખાતે વિકાસના વિવિધ કાર્યોનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ખાતમુર્હુત કરાયું
કચ્છનાં અંજાર શહેરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ જેસલ તોરલની સમાધિ ખાતે રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવનાર છે.કરોડો રૂપિયાના ખર્ચે થતા ફેઝ 2 ના વિકાસકામો અંગે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા અને અંજાર ધારાસભ્ય વાસણ આહીર તેમજ પ્રાંત અધિકારી વિમલ જોશીની હાજરીમાં જેસલ તોરલ સમાધિ ખાતે આ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અહીં ધંધાર્થીઓ માટે દુકાનો તેમજ પ્રવાસીઓ માટે પાર્કિગ પ્લોટ સહિત હરવા ફરવાની સવલતો વિકસાવવામાં આવશે.અંજાર શહેરને પર્યટન સ્થળ બનાવવા માટે તાજેતરમાં જ સવાસર તળાવનું 4 કરોડના ખર્ચે રીનોવેશન કરાયું હતું જે બાદ હવે જેસલ તોરલ સમાધિનું પણ રીનોવેશન કરી નવીનીકરણ કરવામાં આવી રહ્યું