અમરેલી : સરકારની સ્ટ્રકચર અને રોટાવેટર યોજનાનો લાભ મેળવીને ખેતીમાં નવી દિશાઓ સાકાર કરતા ખેડૂતો

સરકારની વિવિધ સબસિડી યોજના થકી ખેડૂતોની આવક વૃદ્ધિ અને ખેતી ઓજારોની સ્કીમ ખેડૂતો માટે લાભદાયી બની છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે

New Update
  • સરકારની યોજના ખેડૂતો માટે બની લાભકારી

  • સ્ટ્રક્ચર અને રોટાવેટર લાભકારી યોજના

  • ખેતીમાં નવી દિશાઓ સાકાર કરતા ખેડૂતો  

  • સબસીડી યોજનાનો લાભ લેતા ખેડૂતો

  • ખેડૂતોને યોજના થકી ખેતીમાં થઈ રાહત 

અમરેલી જિલ્લામાં ખેતીમાં નવી દિશા આપતી સરકારની વિવિધ સબસિડી યોજના થકી ખેડૂતોની આવક વૃદ્ધિ અને ખેતી ઓજારોની સ્કીમ ખેડૂતો માટે લાભદાયી બની છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે.

ખેડૂત સમાજ હંમેશા નવી તકનીક અને નવી યોજનાઓનો લાભ લેતો આવ્યો છે.આજના સમયમાં ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવો એક આવશ્યકતા બની ગઈ છે. પરંપરાગત રીતોથી ખેતી કરતા ઉત્પાદન તો મળે છે,પરંતુ તેમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેતી હોવાના કારણે ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા અમરેલી જિલ્લાના યુવા ખેડૂત પીયૂષ માંદલીયા સરકારની સબસીડી યોજના દ્વારા ખેતીમાં પરિવર્તન લાવ્યા છે.

ખેડૂતે પહેલા પોતાના ખેતરમાં રોટાવેટર જેવી જરૂરી મશીનરી અન્ય ખેડૂત અથવા મજૂરો પાસેથી ભાડે લેવી પડતી હતી. એક કલાક માટે આશરે 900 રૂપિયાનો ખર્ચ આવતો હતોજેના કારણે ખેતીના ખર્ચામાં વધારો થતો હતો. પરંતુએક દિવસ તેમને ગામના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) દ્વારા સરકારની સબસીડી યોજનાની માહિતી મળી હતી.આ યોજના મુજબ ખેડૂતોએ પોતાની ખેતી માટે આધુનિક સાધનો ખરીદી શકે અને સરકાર દ્વારા તેના પર નિશ્ચિત પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે. 

ખેડૂત પીયૂષભાઈએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા સમય બાદ તેમને સરકાર તરફથી રોટાવેટર માટે સબસીડીનો લાભ મળ્યો હતો. આ સાધન મળ્યા પછી ખેતીમાં તેમને મોટી રાહત મળી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામના  અન્ય પ્રગતિશીલ ખેડૂત વિજય ડેર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે,તેઓ પાસે 9 વીઘા જમીન છે અને મુખ્યત્વે મગફળી અને કપાસની ખેતી કરે છે.ગોડાઉન ન હોવાને કારણે પાક તૈયાર થયા પછી તેમને તરત જ બજારમાં વેચવો પડતો હતો.તે સમયે પાકના બજારમાં જે ભાવ મળતાતે જ ભાવે વેચવો પડતો હોવાથી ઘણી વખત યોગ્ય આવક થતી ન હતી. પરંતુ સરકારની સબસીડી યોજના હેઠળ ગોડાઉન બાંધવાની તક મળતા આજે તેમની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો છે.

Latest Stories