Connect Gujarat
ગુજરાત

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના 2 કોચમાં ફાટી નીકળી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ...

આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

X

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

દાહોદ જિલ્લાના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક દાહોદથી આણંદ જતી આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ટ્રેનના પાછળ એન્જીન સાથે લાગેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં આગ લાગી હતી. જે આગળના 2 કોચ સુધી પ્રસરી હતી. જોકે, કોચમાં ધુમાડો નીકળતા મુસાફરો સમય સુચકતા વાપરી ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. બનાવના પગલે દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પ્રભાવિત થયો હતો, જ્યારે બન્ને તરફનો રેલ વ્યવહાર અમુક કલાકો સુધી બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ દાહોદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં 3 જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, ટ્રેનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. તો લાખોનું નુકશાન સામે આવતા રેલ્વે અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે ટ્રેનમા સવાર મુસાફરોનો આબાદ બચાવ થતાં રેલ્વે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story