/connect-gujarat/media/media_files/2025/10/02/bjp-gujarat-2025-10-02-14-18-24.jpg)
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળોનો માહોલ જામ્યો છે. રાજકીય વર્તુળોમાં ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે, હવે આ મામલે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક 4 એક્ટોબરે થઈ શકે છે. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે. સંભવિત 4 ઓક્ટોબરનાં રોજ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કાર્યક્રમ યોજાઈ શકે છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/02/bjp-gujarat-2025-10-02-14-20-43.jpeg)
સૂત્રો મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે.