રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેર

Featured | સમાચાર , ગુજરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઇ

New Update
rain gujarat

ગુજરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસર આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે. જેના કારણે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 14 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સાત જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ તો સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં  અતિભારે વરસાદની આગાહી છે.  ભરૂચ, નર્મદા, સુરત, તાપી,   નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી છે.  તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

Latest Stories