અમરેલી : છેલ્લા 125 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત, બાબરામાં દશેરાના દિવસે યોજાય છે રામ-રાવણનું યુદ્ધ

બાબરામાં છેલ્લા 125 વર્ષથી દશેરાના દિવસે રામ-રાવણ યુદ્ધ દર્શાવતુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ યુદ્ધ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થાય છે

New Update
  • 125 વર્ષથી ચાલી આવતી પરંપરા આજેપણ યથાવત

  • વિજ્યાદશ્મીના દિવસે વિવિધ માર્ગો પર યોજાશે યુદ્ધ

  • બાબરામાં દશેરાના દિવસે યોજાય છે રામ-રાવણનું યુદ્ધ

  • હનુમાજીની ગદાનો પ્રહાર પણ લોકો સહે છે હસતા મોઢે

  • રામ-રાવણનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં ઉમટતાં લોકટોળાં 

અમરેલી જિલ્લાના બાબરામાં છેલ્લા 125 વર્ષથી દશેરાના દિવસે રામ-રાવણ યુદ્ધ દર્શાવતુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ યુદ્ધ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થાય છે.

અમરેલી સહિત જિલ્લાભરમાં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પુજન સહિતના કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આદ્યશક્તિ માઁ અંબાનું નવરાત્રી પર્વ પૂર્ણ થતું હોય અને વિજયા દશમીના તહેવાર નિમિત્તે બાબરા શહેરમાં રામ-રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે. બાબરામાં દશેરાના પર્વે 2 સ્થળે પરંપરાગત રામ-રાવણ યુદ્ધનું આયોજન કરવામા આવે છે.

જેને જોવા માટે તાલુકાભરના લોકો ઉમટી પડે છે. પરંપરાગત રીતે યોજતું રામ-રાવણ યુદ્ધમાં લોકો વિવિધ પાત્રની આગવી રીતે વેશભુષા ભજવે છે.  જેમાં સવારમાં રામ ભગવાન અને લક્ષ્મણ નગરયાત્રાએ નીકળે છે, અને રાવણ દ્વારા સીતા માતાનું હરણ કરવામા આવે છે. ત્યારબાદ રામ-રાવણનું યુદ્ધ જામે છે. 

125 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ વિજ્યાદશ્મીના દિવસે શહેરના વિવિધ માર્ગો પર યુદ્ધમાં રામ અને લક્ષ્મણજીની નગરયાત્રામાં હનુમાજીની ગદાનો પ્રહાર લોકો હસતા મોઢે સહે છે. તેમજ લીંબડીનું પાત્ર પણ આ યુદ્ધમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જેને નિહાળવા માત્ર બાબરા જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.

Latest Stories