Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત જામનગર-હાપા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ મરચાનો ભાવ મળતા ખેડૂતોની લાંબી કતાર...

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા મરચાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં આવક શરૂ થવા પામી છે,

X

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સૂકા મરચાનો સારો ભાવ મળતા મોટા પ્રમાણમાં આવક શરૂ થવા પામી છે, જ્યાં વહેલી સવારથી જ આજુબાજુના ગામમાંથી ખેડૂતો યાર્ડ ખાતે આવી પહોચતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી જ સૂકા મરચાં ભરેલા વાહનો હરાજી માટે આવ્યા હતા, જ્યાં યાર્ડ બહાર 3 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ, ગોંડલ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતો 175 જેટલા વાહનોમાં 15 હજાર ભારી સૂકા મરચાની લઈ આવ્યા હતા. જે અત્યાર સુધીમાં 27 હજાર ભારી અને 80 મણ મરચાની આવક થઈ છે. યાર્ડ ખાતે મરચાના ભાવ એવરેજ એક મણના 1700થી 5500 સુધી મળે છે, જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવ મણના 10 હજાર સુધી મળ્યા છે. જે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત વધુ ભાવ મરચાનો નોંધાયો છે.

Next Story