વલસાડ : ગણેશ વિસર્જનમાં ફૂલ-પૂજા સામગ્રીના પ્રોસેસની આવકમાંથી શ્રીજીનો સિક્કો બનાવી ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે અપાશે

વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશે,

New Update

વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશેત્યારબાદ તેને પ્રોસેસ કરી તેમાંથી થતી આવકમાંથી ગણેશજીનો સિક્કો બનાવી જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છેત્યારે ગણેશ વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિઓ સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે. આથી નદી-નાળાઓમાં પ્રદૂષણ થાય છે. જોકેહવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેકટર નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશેત્યારબાદ તેને પ્રોસેસ કરી તેમાંથી થતી આવકમાંથી ગણેશજીનો સિક્કો બનાવવામાં આવશે. ત્યારબાદ જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે આ સિક્કો આપવામાં આવશે. આમ જિલ્લામાં સૌપ્રથમ વખત શરૂ થયેલા અભિયાનના પગલે હવે નદી-નાળાઓમાં થતું પ્રદૂષણ અટકશે તેવી તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે. આ સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને પણ રિસાયક્લિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટે તંત્રનું આયોજન છે. જો આ પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે તેવું વલસાડ જિલ્લા કલેક્ટરએ જણાવ્યુ હતું.

#Valsad #Gujarat #Ganesh Yuvak Mandal #Ganesh Mahotsav
Here are a few more articles:
Read the Next Article