Connect Gujarat
ગુજરાત

વડોદરા-હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત

વડોદરા-હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત
X

વડોદરા-હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત મુસાફરોને એસટી બસના ચાલકની કેબિનમાંથી બહાર કઢાયા

સલામત સવારી એસટીબસની સવારી પરંતુ જે રીતે એક પછી એક એસટી બસના ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા કહી શકાય હવે તો એસટી બસની સવારી પણ સુરક્ષિત નથી રહી આજે વધુ એક એસટી બસ વડોદરા - હાલોલ રોડ ઉપર આવેલ લીલોરા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇવે ઓથોરીટીના આઇસર વાહન સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને એસટી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા

વડોદરા-હાલોલ રોડ ઉપર લીલોરા ગામ પાસે હાઇવે પર વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડર પર ઉગાડવામાં આવેલ વૃક્ષોનું કટિંગ કરી રહેલ હાઇવે ઓથોરીટીના આઇસર વાહન સાથે મુસાફરોને લઇ જતી એસટી બસ આગળથી જોરદાર ભટકાતા બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ થઇ ગયો હતો એસ.ટી. બસના ધડાકા સાથે ભટકાતા એસટી બસનો દરવાજાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું જેથી બસમાં સવાર મુસાફરોને એસટી બસના ચાલાકની કેબીનમાંથી બહાર કાઢવામાં પડ્યા હતા

એસટી બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તેમજ પસાર થઇ રહેલા રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકો બચાવ કામગીરી લાગી ગયા હતા એસટી બસના અકસ્માતના પગલે હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો અને બસમાં સવાર બાળકોએ રોકકડ શરૂ કરી દીધી હતી. આ બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા

Next Story