Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત ૨૪ નવીન વાહનોનું લોકાર્પણ કરાયું

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત ૨૪ નવીન વાહનોનું લોકાર્પણ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

X

ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત ૨૪ નવીન વાહનોનું લોકાર્પણ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત ૨૪ નવીન વાહનોનું લોકાર્પણ કરવાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૯૯૨ વાહનો રાજ્યના બાળકોનું ઘરે-ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે એક વાહન દરરોજ ૭૦થી ૮૦ જેટલા બાળકોની તપાસ હાથ ધરે છે. રાજ્યના ૧ કરોડ ૬૦લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા છે.આર.બી એસ.કે ના નવા વાહનોને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફેલગ ઓફ આપ્યું હતું.

RBSK વાહનોને મળેલા નવા સ્વરૂપ તેનું બ્રાન્ડિંગ ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. આર.બી એસ.કે વાહનોના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, એન.એચ.એમ ના ડાયરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story