/connect-gujarat/media/post_banners/0093380ff04ce04775f28231a2e5685a3623c8553580d5773ed9d53104635b79.webp)
ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. 4 યુવકો અમદાવાદના નરોડા વિસ્તારના હોવાની વિગતો સામે આવી છે. એક વ્યક્તિની શોધખોળ શરુ કરવામાં આવી છે. ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામમાં ગાડી તળાવમાં ખાબકી હતી. દશેલા ગામમાં ગાડીમાં સવાર પાંચ લોકો સાથે તળાવમાં ગાડી પડતા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વિગતોમાં ગાડીમાં સવાર ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની પ્રશાસન દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે. 5 યુવાન મિત્રો રાજસ્થાન ફરવા ગયા હતા. 4 યુવાનો નરોડા અમદાવાદના રેહવાસી છે, જ્યારે 1 યુવાન દશેલા ગામનો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગઈકાલ રાત્રે પરત ફરતા સમયે સમગ્ર ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો છે. યુવાનોનો ટેલીફોનીક સંપર્ક નહિ થતા લોકેશન ચેક કરતા દશેલા ગામનું આવતા શોધખોળ શરૂ કરાઈ હતી. પાંચેય યુવકોની શોધખોળમાં હાલ 4 યુવાનોની લાશ મળી આવી છે, જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ છે.