Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે જશે

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે જવા રવાના થઈ રહ્યું છે.

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે જવા રવાના થઈ રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે જશે.વાઇબ્રન્‍ટ સમિટ 2024માં સંદર્ભે ગુજરાત અને જાપાન - સિંગાપોર વચ્ચે ઔદ્યોગિક-આર્થિક વિકાસની ભાગીદારીની નવી ક્ષિતિજો વિસ્તારના હેતુસર આ પ્રવાસનું આયોજન કરાયું છે.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ ટોક્યોમાં વસતા ગુજરાતી સમાજના લોકો, ઉદ્યોગકારો તથા રોકાણકારો સાથે મુલાકાત કરશે તેમજ ટોકિયોની ઇમ્પિરિયલ હોટલ ખાતે રોડ શૉ પણ યોજશે. મુખ્યમંત્રી સાથે વિવિધ વન-ટુ-વન બેઠકો આયોજિત કરવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ જાપાન સરકાર, જાપાનના ઉદ્યોગો તેમજ જાપાનીઝ સંસ્થાઓની પણ મુલાકાત લશે તથા સિંગાપોર સરકારના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ કરશે.

Next Story