ગાંધીનગર : તંત્રની સુચારું વ્યવસ્થા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાય...

જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાય હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય હતી,

New Update
ગાંધીનગર : તંત્રની સુચારું વ્યવસ્થા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાય...

ગાંધીનગર ખાતે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાય હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સરકારી કચેરીએ આવતા તમામ અરજદારોના કામોનો ઝડપી નિકાલ કરવાનો રહ્યો છે. એટલું જ નહીં, કચેરીમાં ગ્રામ્ય કક્ષાએથી ઓછું ભણેલા નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે, ત્યારે આવા અરજદારોને કોઇપણ પ્રકારની મૂઝવણ ન થાય અને તેઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાય તે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ બેઠકમાં જિલ્લા આયોજન અંગે થયેલી કામગીરી, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ગીફટસીટી-યુટીલીટી ટનલ, રેલવે ઓવરબ્રિજ, ભારતમાલા પ્રોજેક્ટ, માર્ગ-પુલના કામ, જળસંપત્તિ સંલગ્ન કામ, વાસ્મો અંતર્ગત થયેલા કામો, ડી.આર.ડી.એ.ની વિવિઘ યોજનાકીય કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય રીટા પટેલ, માણસાના ધારાસભ્ય જે.સી.પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories