Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો…

શહીદોના સન્માનમાં દેશભરમાં તા. 9 ઓગષ્ટથી તા. 19 ઓગષ્ટ સુધી “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

X

શહીદોના સન્માનમાં દેશભરમાં તા. 9 ઓગષ્ટથી તા. 19 ઓગષ્ટ સુધી “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત હેલિપેડ એક્સિબિશન સેન્ટર ખાતે આજરોજ “માટીને નમન, વિરોને વંદન” તેમજ “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં લગભગ 2 લાખ જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માતૃભૂમિ તેમજ વીર-વીરાંગનાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દેશભરમાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠેર ઠેર શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક- શિલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી, ત્યારે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુ દેસાઇ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, પ્રવાસન મંત્રી મૂળું બેરા સહિતના મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story