ગાંધીનગર રાયસણ ખાતે આવેલ કૂચન માર્ટ ખાતે ગ્રાહકના વેશમાં આવી ચોરી કરતી મહિલા ગેંગને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડી છે. આ ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
ગાંધીનગર રાયસણ ખાતે આવેલ માર્ટમાંથી ચોરી કરતી મહિલા ગેંગને મુદ્દામાલ સાથે ઈન્ફોસિટી પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે.ઈન્ફોસીટી ખાતે આવેલ કિચન માર્ટના માલિકને ખરીદી કરવા આવેલ ત્રણ મહિલાની વર્તણુક શંકાસ્પદ લાગતા મોલના સીસીટીવી ચેક કર્યા હતા અને સીસીટીવીમાં આ મહિલા ચોરી કરતા હોવાનું દેખાઈ આવતા તેમણે ગાંધીનગર પોલીસને ફરિયાદ કરી હતી પોલીસને ફરિયાદ મળતા ઇન્ફોસિટી પોલીસે સીસીટીવીના આધારે ત્રણ મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહિ અને ગલ્લા-તલ્લા કરી ગોળ-ગોળ જવાબ આપતા હોય મહિલાઓની પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા ત્રણે મહિલાઓ પાસેથી ઘી અને તેલનો રૂ. 6 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ચોરી કરતા ઝડપાયેલ બન્ને મહિલા અમદાવાદની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે