Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : અભિનેત્રી રોમા માણેકના પતિ હિતેશ મકવાણા બન્યાં નવા મેયર

હિતેશ મકવાણા વોર્ડ નંબર -8માંથી ચુંટાયેલા છે અને તેઓ રાજકારણ અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાં છે.

X

રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાના નવા મેયર તરીકે હીતેશ મકવાણાની વરણી કરાય છે. હિતેશ મકવાણા વોર્ડ નંબર -8માંથી ચુંટાયેલા છે અને તેઓ રાજકારણ અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાં છે. તેઓ ઢોલીવુડની જાણીતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે.....

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો મેળવી છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં મેયર પદ અનુસુચિત જાતિ માટે અનામત હોવાથી હિતેશ મકવાણા અને ભરત દિક્ષિતના નામો ચર્ચામાં હતાં. આજે ગુરૂવારના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી બાદ પ્રથમ સામાન્યસભા મળી હતી. ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાનું સુકાન હિતેશ મકવાણાને સોંપવામાં આવ્યું છે. હિતેશ મકવાણાની વાત કરવામાં આવે તો તેઓ દસાડાના પુર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર અને જાણીતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. તેઓ વોર્ડ નંબર -8માંથી ચુંટાય આવ્યાં છે.

ગાંધીનગર મનપામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે હિતેશ મકવાણાની પસંદગી થઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. કુલ 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે જ્યારે કોંગ્રેસને બે બેઠક મળી છે અને આપના ફાળે એક બેઠક આવી છે. મતોની ટકાવારી પર નજર કરવામાં આવે તો ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોર્પોરેશન મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરત દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં હતા. બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી આવતી ટર્મમાં ગાંધીનગરને મહીલા મેયર મળશે. ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાય છે..

Next Story