Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: વિધાનસભામાં અમિત ચાવડા બન્યા નેતા વિપક્ષ ,તો શૈલેષ પરમાર ઉપનેતા

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે.

X

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે

છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસના વિપક્ષ નેતાનું નામ જાહેર કરવા માટે અસમંજસમાં હતી પણ પ્રદેશ નેતૃત્વએ આખરે અમિત ચાવડાના નામ પર મહોર મારી છે જાહેર કરાયેલા વિપક્ષના નેતા એવા અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ પુરુ નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરથી કેમિકલ એન્જિનિયરિંગ માં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.તો ઉપનેતા બનેલ સૈલેશ પરમાર એક મોટો દલિત ચેહરો છે અને આ વખતે પણ દાણીલીમડા બેઠક જાળવી રાખી હતી

Next Story