ગાંધીનગર: APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

New Update
ગાંધીનગર: APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં CM ભુપેન્દ્ર પટેલ  રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર ખાતે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત APMC ના હોદ્દેદારોની પ્રાકૃતિક ખેતી અંગેની માર્ગદર્શક શિબિરમાં સાથી મંત્રીઓ, ખેડૂતો અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકૃતિના દોહન તેમજ જળ, જમીન અને હવાના પ્રદૂષણના લીધે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની માઠી અસરોનો સામનો કરી રહ્યું છે. તેના ઉકેલ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેતી અને અન્નના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે એમ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.

આ પ્રસંગે વિવિધ APMC ના પ્રેરણાદાયી કામગીરી કરનાર ચેરમેનોનું સન્માન કરવામાં આવ્યું હતુ.

Latest Stories