Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ યોજી કારોબારી બેઠક…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કારોબારી બેઠક યોજી હતી.

X

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કારોબારી બેઠક યોજી હતી.

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર સહિત જનસભા તેમજ બેઠકોનો દોર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી પહોચ્યા છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે.પી.નડ્ડાએ પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને કારોબારી સભ્યો સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષે આવનાર ચૂંટણીમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ મતદાતા સુધી પહોંચે તેના પર ભાર મૂક્યો હતો. તો સાથે જ બૂથ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરી હતી, અને ઉમેદવારોના ક્રાઇટ એરિયા અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું.

Next Story