ગાંધીનગર : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા...

મહાત્મા મંદિરે યોજાયો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત

New Update
ગાંધીનગર : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા...

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા અંદાજપત્ર સત્રમાં ગુજરાત પંચાયત સુધારા વિધેયક લાવીને પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતી માટેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી હતી, ત્યારે સીધી ભરતીમાં એકરૂપતા અને સમાનતા આવવાની ધારણા સાથે દરેક જિલ્લા કક્ષાએ સમિતિઓને તેમની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી હતી. આ સીધી ભરતીની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 227 અને 236 સુધારી લેવા માટે પગલાં લેવા સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું, ત્યારે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારો માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિમણૂંકપત્ર એનાયત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  

Latest Stories