/connect-gujarat/media/post_banners/8c6322aa3de61a3bc4c4854bdd971e7a51bec4bbb2fe766b43903a126c727979.jpg)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન તેમજ પૂજા-અર્ચના કરી હતી.
રાજ્યમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છેલ્લી કેબિનેટ બેઠક મળનાર છે, ત્યારે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આવવાની જાણ કોઈને પણ ન હતી. અચાનક સીએમ અક્ષરધામ મંદિરે આવતા મંદિરના સંતો અને મહંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી, અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓએ ભગવાનને જળાભિષેક પણ કર્યો હતો. તો દર વર્ષે દિવાળીમાં અક્ષરધામ મંદિરને સુંદર લાઇટોથી શણગારવામાં આવે છે, તે શુશોભન પણ મુખ્યમંત્રીએ નિહાળ્યું હતું.