Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી ફિલ્મનું કરાયું લોંચિંગ

ગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું

X

ગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ વન મંત્રી મુળુ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડેની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના સંગીત અને સ્વર દ્વારા નિર્મિત ગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રૂપકુમાર રાઠોડની ઉપસ્થિતિમાં આજે લોન્ચિંગ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પક્ષીઓની તસવીરો રજૂ કરતી એક કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા પક્ષીઓ કે જે રાજ્યના છારીઢંઢ, થોળ, નળ સરોવર, કચ્છનું નાનું રણ, વઢવાણા જેવા વેટલેન્ડઝ સ્થળોએ જોવા મળે છે. તે તમામ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે જે પક્ષીવિદો અને નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.

Next Story