Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે

X

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરન ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલની રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો-તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો આજે સવારે ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી પ્રારંભ કરાવ્યો હતો તથા રસીકરણની કામગીરી નિહાળીને બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો રાજ્યમાં અંદાજે 35 લાખ થી વધુ બાળકોને આ રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણ માં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે.

Next Story