ગાંધીનગર: CM વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન

શિક્ષણ વિભાગને લગતી યોજનાઓનું મોનિટરિંગ, શિક્ષણનું સ્તર સુધારવા નવતર અભિગમ

New Update
ગાંધીનગર: CM વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં શિક્ષણ વિભાગને લગતી વિવિધ યોજનાઓનું મોનિટરિંગ કરવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરથી હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માધ્યમ થકી વિવિધ યોજનાનું સીધું મોનિટરિંગ કરવામાં આવનાર છે હવે ઈ-લર્નિંગ સહિત શિક્ષક-વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી વિવિધ પ્રોજેક્ટ, યોજનાનું સીધું મોનિટરિંગ કરી શકાશે આજે ગાંધીનગર ખાતે અદ્યતન અને અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માધ્યમ થકી વિવિધ યોજનાનું સીધું મોનીટરીંગ કરવામાં આવનાર છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું આધૂનિક કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટરમાં કયા જિલ્લામાં કયા વિષયમાં વિદ્યાર્થીઓ નબળા છે અને જે તે જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, હોમ લર્નિંગ, પીરીયોડીક એસેસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી અપનાવેલ છે.

આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ કરવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ દરમિયાન અમુક સમયગાળામાં ચોક્કસ પ્રમાણમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય છે. ત્યારે કેટલાક મહિનામાં કેટલો અને કયા વિષય નો કેટલો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. તેની માહિતી પણ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં જોવા મળશે. 

Latest Stories