/connect-gujarat/media/post_banners/13abcbe1c74500aec0631464acd0f810e0e3b61ed4161ba3271d19455622ee2a.jpg)
રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બી.એસ.એફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગર ખાતેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના 'સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન'-''એમ્પાવરમેન્ટ રાઇડ ર૦રર''નું પ્રસ્થાન કરાવ્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોર્ડર સિક્યુરિટી ફોર્સની જાબાંઝ મહિલા કર્મીઓના 'સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન'-''એમ્પાવરમેન્ટ રાઇડ ર૦રર''ને બી.એસ.એફ ગુજરાતના હેડકવાર્ટર ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી દિલ્હીના ઇન્ડીયા ગેટથી ગત તા. ૮મી માર્ચ, આંતર રાષ્ટ્રિય મહિલા દિવસે આ ૩૫ જેટલી ડેરડેવિલ બાઇકર્સ ટીમની સાહસિક સફર શરૂ થઇ છે.દિલ્હીથી પર૮૦ કિ.મી નું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને આ ૩૫ જેટલી બાઇકર્સ તા.૩૦મી માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોચવાની છે.બી.એસ.એફ.ની આ મહિલા બાઇકર્સ ટીમ ગુજરાત બી.એસ.એફ હેડકવાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફલેગ ઓફ કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે, આત્મનિર્ભરતાની આ મુહિમ દેશની નારીશક્તિની સહભાગીતાથી જ સફળ થશે. ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ ૩પ૦ સી.સી.ની રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા.