/connect-gujarat/media/post_banners/08b16e2805a8ff15c0e9269afda8f40ac4aec361eb4f8073a4e862d91ae869fc.webp)
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી આ સમયે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ ગઇકાલે સમાપ્ત થયો ત્યારે તેમના સ્થાને 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ડીજીપી આશિષ ભાટિયાને વિદાય આપવા અનેક આઇપીએસ અધિકારી પહોંચ્યા હતા.ગાંધીનગર ડીજીપી ભવનથી વિદાય આપતા પહેલા પોલીસ બેન્ડ સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફૂલોથી શુશોભિત જીપ્સીમાં તેમને બહાર લાવવામાં આવી હતા આ કારને રાજ્યના આઈપીએસ અધિકારીઓએ દોરડા વડે ખેચી તેમને વિદાય આપી હતી આ સમયે રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા