ગાંધીનગર : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટેના રોડમેપ અંગે ચર્ચા- વિચારણા

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે

New Update
ગાંધીનગર : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટેના રોડમેપ અંગે ચર્ચા- વિચારણા

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી.

Advertisment

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે ત્યારે ગાંધીનગરમાં રાજયની યુનિવર્સીટીઓના કુલપતિઓની બેઠક મળી હતી. મુખ્યમંત્રીએ ઉપસ્થિત શિક્ષણવિદો સાથે મુક્તમને ચર્ચા કરી અને ગુજરાતના શિક્ષણને વધુ સમૃદ્ધ અને વૈશ્વિક બનાવવા સૌના સહકાર ની અપેક્ષા અને અભિલાષા વ્યક્ત કરી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે. શિક્ષણથી માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનનું નહીં પણ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક અને સમસ્યા સમાધાન સંબંધી બૌદ્ધિક ક્ષમતા નો વિકાસ થવો જોઈએ.

બેઠકમાં આગામી સમયમાં નેશનલ એજ્યુકેશન પોલિસી નું સત્વરે અમલીકરણ કરવાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત કુલપતિએ પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી હતી. ઉપરાંત નવી એજ્યુકેશન પોલિસી-2020 ના ટૂંકાગાળાના એક્શન પ્લાન અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિ ને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે.

Advertisment