Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે ગાંધીનગરમાં તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

X

રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે ગાંધીનગરમાં તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે ફેસ ટુ ફેસ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.ગાંધીનગર ખાતે યોજાયેલ બે દિવસીય આ ટ્રેનિંગ પ્રોગ્રામના પ્રથમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વના એવા કાયદો અને વ્યવસ્થા તથા ડિસ્ટ્રિક્ટ ઇલેકશન મેનેજમેન્ટ પ્લાન વિશે ભારતના ચૂંટણી પંચના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તો દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા સમય દરમિયાન ૧૪ જેટલા પોઇન્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે.

જેમાં ખાસ કરીને મેન પાવર પ્લાન, મુવમેન્ટ પ્લાન, કમ્યુનિકેશન પ્લાન, મટીરીયલ મેનેજમેન્ટ, ટેકનોલોજી યુઝ પ્લાન, પોલીંગ સ્ટેશન, ફોર્સ ડિપ્લોયમેન્ટ પ્લાન, રિસ્ક મેનેજમેન્ટ જેવા વિવિધ પાસાઓ વિચારણામાં લેવાના રહેશે. તો મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારો ની જાગરૂકતા વધે, યુવા મતદારો વધુ સંખ્યામાં મતદાર બને તે માટે હાથ ધરવામાં આવનાર SVEEP (મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ) પ્રવૃત્તિઓ માટેના 'લૉગો'ને લોન્ચ કર્યો હતો. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીના સાત ગૃપ પાડી તેઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંબંધિત ક્વિઝ દ્વારા સ્પર્ધા યોજવામાં આવી હતી

Next Story