Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : લમ્પી વાયરસ અંગે સારા સમાચાર, અત્યાર સુધીમાં 41 હજારથી વધુ અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા

X

ગુજરાતમાં લમ્પી વાયરસ અંગે સારા સમાચાર

અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવારની કામગીરી શરૂ

11.68 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ

8 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી

ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ સામે અત્યાર સુધીમાં 41 હજારથી વધુ અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા છે. રાજ્ય અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનિટરિંગ કરી દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં લમ્પી વાયરસ અંગે સારા સમાચાર છે. અત્યાર સુધીમાં 41 હજારથી વધુ અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે અસરગ્રસ્ત 20 જિલ્લામાંથી 8 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલી રહી છે. નિરોગી પશુઓમાં લમ્પી વાયરસ ન ફેલાય તે માટે અત્યાર સુધીમાં 11 લાખ 68 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યના 20 જિલ્લાના 57 હજારથી વધુ પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળતાં તેમને સારવાર અપાઈ રહી છે.અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી. પંચમહાલ, મહિસાગર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે જ્યાં પ્રશાસન દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. લમ્પી વાઇરસ ગ્રસ્ત પશુને તાત્કાલિક સારવાર અને માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 કાર્યરત છે. રાજ્ય અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનિટરિંગ કરી દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.


Next Story