/connect-gujarat/media/post_banners/82dd8214e25847265ab7884af340ca239e72ef17ff5473cf286bbbe8eb047702.jpg)
ગુજરાતમાં એમેઝોનના પ્રથમ ડીજીટલ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. સેન્ટરની શરૂઆત થતાં હવે એમએસએમઇ ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટનો લાભ મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત ખાતે નિર્મિત ગુજરાતના પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સુરતમાં એમેઝોન ફેસિલિટી સેન્ટર કાર્યરત હોવાથી રાજ્યના એમએસએમઇ ઉદ્યોગોને પોતાની ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સુરતમાં એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ એમેઝોન ઈન્ડિયા અભિનંદન પણ પાઠવ્યા હતા.
ગુજરાતે ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ, ટેક્ષટાઈલ્સ, સિરામિક, રિન્યુએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતના 1 લાખથી વધુ MSME એકમોને એમોઝોન દ્વારા નિર્મિત વેર હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોબસ્ટ સપ્લાય ચેઈન નેટવર્કના લાભ પ્રાપ્ત થશે અને વિશ્વ ક્ષેત્રની તકો મળશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે એમેઝોનના ભારત ખાતેના હેડ અમિત અગ્રવાલે જણાવ્યું કે, એમેઝોનનું ડિજિટલ કેન્દ્ર MSMEને ટેકનોલોજીને અપનાવીને તેમના બિઝનેસની વૃદ્ધિમાં મદદરૂપ બનશે અને ભારતીય અર્થતંત્ર માં સુધારા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.