ગાંધીનગર: G20 સમીટ માટે વિદેશી ડેલિગેટ્સને આવકારવા ગુજરાત સજ્જ, જુઓ કેવી છે તૈયારી

ગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે અમદાવાદ એરપોર્ટ રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બેનર લગાવવામાં આવ્યા છે.

New Update
ગાંધીનગર: G20 સમીટ માટે વિદેશી ડેલિગેટ્સને આવકારવા ગુજરાત સજ્જ, જુઓ કેવી છે તૈયારી

આજે અને આવતીકાલે ગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે અમદાવાદ એરપોર્ટ રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બેનર લગાવવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે આવકારતા બેનર અને આકર્ષક લોગો લગાવવામાં આવ્યા છે તો મહેમાનોનું સ્વાગત પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવ્યું હતું.વિદેશથી આવેલ મહેમાનોને ગિફ્ટ સિટી ખાતે બેચિસમાં મુલાકાત કરાવાશે.તો હેરિટેજ અડાલજની વાવની પણ મુલાકાત કરવામાં આવશે.200 જેટલા વિદેશથી આવેલ ડેલિગેટ્સને બિઝનેસની સાથે સાથે અહીંની સંસ્કૃતિની ઝલક પણ બતાવવામાં આવશે.G 20 ના ત્રણ દિવસના કાર્યક્રમ માટે ગઈકાલે જ 200 જેટલા ડેલિગેટ્સ આવી ગયા છે.આજના દિવસે સંપૂર્ણ બિઝનેસ મિટિંગ રહેશે અને 24 તારીખે તેમને ગાંધીનગરના અલગ અલગ સ્થળની મુલાકાત તેમજ યોગા અને આયુર્વેદના સેશનમાં લઇ જવામાં આવશે.આ ત્રણ દિવસ દરમિયાન તમામને ફક્ત આહાર તરીકે કઠોળ આપવામાં આવશે.મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું

Latest Stories