ગાંધીનગર : ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ "ડિફેન્સ એક્સપો-2022", ચાલી રહી છે તડામાર તૈયારી...

ડિફેન્સ એક્સપોમાં દેશ-વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6 હજારથી વધુ મોંઘી કાર બુક કરવામાં આવી છે.

New Update
ગાંધીનગર : ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ "ડિફેન્સ એક્સપો-2022", ચાલી રહી છે તડામાર તૈયારી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે તા. તા. 18થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો-2022નું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એક્સપોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડિફેન્સ એક્સપોમાં દેશ-વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6 હજારથી વધુ મોંઘી કાર બુક કરવામાં આવી છે. સાથે જ VIP મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગરમાં 200થી વધારે હોટલનું બુકિંગ કરવામાં આવ્યું છે. હાલમાં પણ અમદાવાદ રિવરફ્રન્ટ પર વાયુ સેનાના જવાનો દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવી રહ્યા છે.

જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. આ સાથે સુરક્ષાને લઈ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 18 ઓકટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે. જેનો લાઈવ શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. એર લાઈવ શો જોવા માટે લોકો બેસી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગ્રહ ભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપોની થીમ 'ભારત ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ' રાખવામાં આવી છે. આ પ્રદર્શનમાં 70થી વધુ દેશો સહભાગી બનશે.

Latest Stories