ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજિત “કોન્ક્લેવ ઓફ સીટી લીડર્સ” સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ભારતમાં G-20નું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત પાસે તેના વિકાસ મોડલને પ્રદર્શિત કરવાની આ ઉત્તમ તક છે. આ અવસરે મુખ્યમંત્રીએ હાજર પદાધિકારીઓને PM મોદીના ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ શહેરી સુશાસન પર ભાર મુકતા જણાવ્યુ હતું કે, નગરપાલિકાઓના પદાધિકારીઓએ નગરજનોની સુવિધાઓમાં વૃદ્ધિ થાય અને તેની ગુણવત્તામાં સુધારો થાય તે બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
ગાંધીનગર : ભારતમાં G-20નું આયોજન, એ ગુજરાતના વિકાસ મોડલને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક : મુખ્યમંત્રી
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજિત “કોન્ક્લેવ ઓફ સીટી લીડર્સ” સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
New Update
Latest Stories