Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ સાત એમ.ઓ.યુ.કરાયા,૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે

૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે

X

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ સાત એમઓયુ કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.

આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં એક જ દિવસમાં રૂ. ૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૨૪,૩૦૦થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. ૪ હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને ૨૫ હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા.

Next Story