ગાંધીનગર : કુડાસણ પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા, માતાની નજર સામે જ ચાર વર્ષનાં પુત્રનું મોત

ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

New Update
ગાંધીનગર : કુડાસણ પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા, માતાની નજર સામે જ ચાર વર્ષનાં પુત્રનું મોત

ગાંધીનગરના કુડાસણ પાસે ગુરુવારે સર્જાયેલી હીટ એન્ડ રનની ઘટના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.ગાંધીનગરના કુડાસણ કાનમ રેસીડેન્સી ફ્લેટ નંબર - ડી/302 માં રહેતા જીગરભાઈ મહેશભાઈ ઠક્કરનાં પરિવારમાં પત્ની ધરતીબેન, સાત વર્ષની દીકરી જેન્સી તેમજ ચાર વર્ષનો પુત્ર મંત્ર હતો. જીગરભાઈ રિલાયન્સ ચોકડી ખાતે છાસવાલે ડેરી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ પોતાના પાર્લર પર હાજર હતા. તે વખતે સાંજના સમયે દીકરી જેન્સીને ટયુશન મૂકવા ધરતીબેન દીકરા મંત્ર ને લઈ એક્ટિવા ઉપર કાનમ રેસીડેન્સીનાં દરવાજાની બહાર રોડ પર નીકળ્યા હતા. એ દરમ્યાન પૂરપાટ ઝડપે અજાણી કારના ચાલકે પોતાની કાર હંકારીને એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં ત્રણેય જણા એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા.

ચાર વર્ષીય મંત્રને વધુ ઈજાઓ થવાથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને ધરતીબેને તુરંત મંત્રને ઊંચકી લીધો હતો. એ અરસામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં બેભાન અવસ્થામાં ચાર વર્ષના દીકરાને લઈને ધરતીબેન નજીકની રાધે હોસ્પિટલ લઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં જીગરભાઈ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેમનો પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન હતો તબીબે અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. આથી તેઓ દીકરાને લઈને આશકા હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મંત્રને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને દંપતીનાં માથે આભ તૂટી પડયું હતું. ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.
Latest Stories