ગાંધીનગર : કોમનવેલ્થ ગેમ્સમાં રાજ્યના ખેલાડીઓને મેડલ, CMના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત...

કોમનવેલ્થ ગેમ્સમાં વિજેતા બનેલા ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

New Update

તાજેતરમાં જ સમાપ્ત થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓએ ઉજ્જવળ દેખાવ કર્યો હતો, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અનેક પ્લેયર સામેલ હતા, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રના હસ્તે કોમનવેલ્થ ગેઈમ્સમાં વિજેતા બનેલા ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓનું ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના હરમીત દેસાઈને ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ રૂપિયા 35 લાખ, ભાવિના પટેલને પેરા ટેબલ ટેનિસની સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ રૂપિયા 25 લાખ, સોનલ પટેલને પેરા ટેબલ ટેનિસની સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રૂપિયા 10 લાખ તેમજ યાસ્તીકા ભાટીયા અને રાધા યાદવને ટી-૨૦ ક્રિકેટમાં સિલ્વર મેડલ જીતવા બદલ રૂપિયા 5-5 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિજેતા ખેલાડીઓને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories