ગાંધીનગર: અમેરિકાની માઇક્રોન કંપની અને સરકાર વચ્ચે એમઓયુ,સાણંદમાં 22 હજાર કરોડનો પ્લાન્ટ સ્થપાશે

ગુજરાત સરકાર અને સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતી અમેરિકન જાયન્ટ કંપની માઇક્રોન વચ્ચે બુધવારે સાણંદમાં નવા પ્લાન્ટ માટેના એમઓયુ થયાં છે.

ગાંધીનગર: અમેરિકાની માઇક્રોન કંપની અને સરકાર વચ્ચે એમઓયુ,સાણંદમાં 22 હજાર કરોડનો પ્લાન્ટ સ્થપાશે
New Update

ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતિ કરાર સંપન્ન કરવામાં આવ્યા છે

ગુજરાત સરકાર અને સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરતી અમેરિકન જાયન્ટ કંપની માઇક્રોન વચ્ચે બુધવારે સાણંદમાં નવા પ્લાન્ટ માટેના એમઓયુ થયાં છે. આ એમઓયુ હેઠળ માઇક્રોન 22,516 કરોડના ખર્ચે તૈયાર થનારો ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાણંદમાં સ્થાપશે. આ પ્લાન્ટ માટેનું બાંધકામ આ વર્ષે જ શરૂ થશે અને તે આવતાં વર્ષે કાર્યરત થઇ જશે. આ પહેલા તબક્કામાં કંપની ગુજરાતમાં 5 હજાર નોકરીઓનું સર્જન કરશે તેવો દાવો કરાયો છે. તે પછી આવનારાં 5 વર્ષમાં બીજો તબક્કો પૂર્ણ થતાં કુલ 20 હજાર નોકરીઓ ઊભી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની ફલશ્રુતિરૂપે આ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઇ રહ્યો છે.રાજ્ય સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાંચ વર્ષ માટે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-2022-27 જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે અલાયદી સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે. આ જાહેરાત થયા બાદ એક વર્ષથી પણ ઓછા ગાળામાં આ પ્લાન્ટ રાજ્યમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરુશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #government #Gandhinagar #Plant #American company #MOU #Micron
Here are a few more articles:
Read the Next Article