ગાંધીનગર મહાનગર પાલિકાની વેબસાઇટ હેક, તુર્કી ભાષામાં લખાણ લખાયુ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ હેક કરીને તુર્કી ભાષામાં લખાણ મૂકી દેવામાં આવતાં ખળભળાટ

New Update

જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ હેક કરીને તુર્કી ભાષામાં લખાણ મૂકી દેવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની આઈટી વિભાગની ટીમ કેવી રીતે વેબ સાઈટ હેક કરવામાં આવી તે શોધવામાં કસરત કરવામાં લાગી ગઈ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવતાં કોર્પોરેશનની આઈટી ટીમ દોડતી થઇ ગઈ છે.

Advertisment

તુર્કી હેકર્સ દ્વારા ગાંધીનગર મનપાની વેબ સાઈટ પર તુર્કી ભાષામાં લખાણ લખીને સંદેશો આપવામાં આવ્યો છે કે, 'તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ' દ્વારા હેક કરવામાં આવ્યા છે. જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો વિગેરે પ્રકારનું તુર્કી ભાષામાં લખાણ લખીને ચેતવણી પણ આપવામાં આવી છે. આ સિવાય કોર્પોરેશનની વેબ સાઈટ પરથી તમામ માહિતી સહીતના ફોટા પણ તુર્કી હેકર્સ ધ્વારા હેક કરીને હોમ પેજ સહિતની વિગતો હાઈડ કરી દેવામાં આવી છે. તેમજ ઈન્ટરનેશનલ ફોર્સ યુનિટ કમાન્ડ યુનિટનાં નામે તુર્કી ભાષામાં સંદેશો પણ લખી દેવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશનની વેબ સાઈટ હેક થઈ છે. જેનાં માટે હાલમાં આઈટી ટીમ કામ કરી રહી છે. તેમજ સાયબર એકટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવશે.

Advertisment
Latest Stories