Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરાયું...

વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રકાશિત થયેલ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.

ગાંધીનગર : વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરાયું...
X

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરી કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા 10 જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો. વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રકાશિત થયેલ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.

આ સાથે જ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ સુરી લેખિત-સંપાદિત ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકમાં એવા બાળકોની વાતો કરવામાં આવી છે. જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલ વહેલી વાર અવાજની અનૂભુતિ કરી છે. આવા બાળકોના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં આના પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ 2750 બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા છે. બાળકોના વાલીઓએ આવી મોંઘી સારવાર વિનામુલ્યે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.

Next Story