Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ

ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો

X

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ દ્વિ-દિવસીય કાર્યશાળામાં સંસદીય કાર્યપદ્ધતિ વિષયક 10થી વધુ સત્રોમાં ધારાસભ્યોને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે.

વિધાનસભા અધ્યક્ષશ્ર શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સાંસદ સભ્યો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળા યોજાય હતી. 2 દિવસીય સંસદીય કાર્યશાળાનું સમાપન 16મી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે. ગુજરાત વિધાનમંડળના સભ્યો માટે આ સંસદીય કાર્યશાળાનું આયોજન લોકસભા સચિવાલયના સંસદીય લોકશાહી શોધ તથા તાલીમ સંસ્થા (પ્રાઇડ) દ્વારા ગુજરાત વિધાનસભા સચિવાલયના સહકારથી કરવામાં આવી રહ્યું છે.

Next Story