રાજ્યના મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધિવત પદભાર સંભાળ્યો. તેમણે કાર્યભાર સંભાળ્યો ત્યારે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ દરમિયાન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે પૂજન-અર્ચન કરી પ્રવેશ કર્યો હતો.
મહેસૂલ મંત્રીએ અનુસૂચિત જાતિની દીકરીની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરી પ્રવેશ મેળવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અગાઉની અમારી જ સરકારી વિકાસની દિશામાં આગળ ચાલીને ગુજરાતના સર્વાંગી વિકાસ કરીશું.
રાજ્યના લોકોની સુખાકારી માટે વિવિધ વિભાગો કામ કરતા હોય છે. કાયદો નાગરિકોને ઝડપી અને સરળતાથી પ્રાપ્ત થાય, લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે. ગુજરાતમાં સારા અને કડક કાયદા લાવવામાં આવ્યા છે. હાલમાં ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદા અમલમાં છે અને જરૂર પડી તો વધુ કડક કાયદા લાવીશું.