ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહ’ની ઉજવણી
રાજ્ય સરકારનો‘અટલ નેતૃત્વ,અવિરત વિકાસ’નો મંત્ર
છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી અલ્પાહાર થીમ પર ઉજવણી
32000 શાળાઓના વિદ્યાર્થીઓને મળે છે પૌષ્ટિક નાસ્તો
40 લાખ વિદ્યાર્થીઓને મળે છે અલ્પાહારનો લાભ
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે, ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના છઠ્ઠા દિવસે રાજ્ય સરકારે "મુખ્યમંત્રી અલ્પાહાર યોજના"હેઠળની થીમ સાથે ઉજવણી કરી હતી.
ગુજરાત સરકાર ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના સંકલ્પ સાથે ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરી રહી છે. આ સપ્તાહના છઠ્ઠા દિવસે ‘મુખ્યમંત્રી અલ્પાહાર યોજના’ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ યોજના અંતર્ગત રાજ્યની 32000થી વધુ શાળાઓના 40 લાખ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ આહાર દ્વારા બાળકોને સરેરાશ 200 કિલો કેલરી ઊર્જા અને 6 ગ્રામ પ્રોટીન પ્રાપ્ત થાય છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બને છે.
617 કરોડના બજેટ સાથે કાર્યરત આ યોજના હેઠળ અઠવાડિયામાં ત્રણ દિવસ સુખડી અને ત્રણ દિવસ કઠોળ પીરસવામાં આવે છે.આ સંગીન પહેલથી બાળકોની સ્મરણશક્તિમાં સુધારો થયો છે,અને કુપોષણ સામેની લડત વધુ મજબૂત બની છે અને વડાપ્રધાનના ‘પઢાઈ ભી, પોષણ ભી’નો મંત્ર સાર્થક થઈ રહ્યો છે.