ગાંધીનગર : વિકાસ કાર્યોમાં ગતિ લાવવા મુખ્યમંત્રી દ્વારા પાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો...

New Update
ગાંધીનગર : વિકાસ કાર્યોમાં ગતિ લાવવા મુખ્યમંત્રી દ્વારા પાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો...

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક

નગરો-મહાનગરોના પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક

વિકાસ કામો માટે પાલિકા કક્ષાએ સમિતિની રચના કરાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક કરી હતી. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવા અને ફાઇનાન્સિયલ પાવર ડેલીગેટ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યના નગરો અને મહાનગરોના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. જેમાં રાજ્યના વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી 15માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતામાં સમિતિ પાસે ફાઇનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનિક સ્તરે વિકાસ કામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની બેઠક દરમ્યાન રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવા અને નાણાંકીય સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 50 લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 40 લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 30 લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 20 લાખ સુધીના પાવર ડેલીગેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest Stories