Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યમાં પ્રથમ સબમરીન કેબલ લેન઼્ડિંગ સ્ટેશનનું થશે નિર્માણ, જુઓ રાજ્ય સરકારે કોની સાથે કર્યા MOU

ગુજરાત સરકાર અને લાઈટ સ્ટોર્મ કંપની વચ્ચે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટરના નિર્માણ સંદર્ભે MOU કરવામાં આવ્યા છે

X

ગુજરાત સરકાર અને લાઈટ સ્ટોર્મ કંપની વચ્ચે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટરના નિર્માણ સંદર્ભે MOU કરવામાં આવ્યા છે

ગુજરાત સરકાર અને લાઈટ સ્ટોર્મ કંપની વચ્ચે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટરના નિર્માણ સંદર્ભે MOU કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સંપન્ન થયેલા આ MOU અંતર્ગત લાઈટ સ્ટોર્મ કંપની આગામી પાંચ વર્ષમાં રુ. ૧ હજાર કરોડથી વધુ રકમનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં પ્રથમ સબમરીન કેબલ લેન઼્ડિંગ સ્ટેશન સ્થપાશે.આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે. જેથી યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivityમાં વૃદ્ધિ થશે. આ પહેલના પગલે રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે લોન્ચ કરેલી નવી IT/ITes પોલિસીની ફલશ્રુતિ રૂપે અત્યાર સુધીમાં 16 એમઓયુ થયા છે.

Next Story