Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગુજરાતીઓની ઉદારતાએ ભારતની વિશેષતા : રામનાથ કોવિંદ

ગુજરાત વિધાનસભાના સત્રને સંબોધિત કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવો ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું

X

ગુજરાત વિધાનસભાના સત્રને સંબોધિત કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવો ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓની ઉદારતા એ જ ભારતની વિશેષતા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગુજરાત મુલાકાતની શરૂઆત થઇ ચુકી છે. તેમણે વિધાનસભાગૃહમાં ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. ગુરૂવારે સવારે 9.30 વાગ્યે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. તેઓ રાજભવનથી નીકળી વિધાનસભા પહોંચ્યા હતાં. જયાં તેમણે વિધાનસભાના સત્રને સંબોધિત કર્યું..

કોઇ રાષ્ટ્રપતિએ રાજયની વિધાનસભાના ગૃહને સંબોધિત કરી હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ધારાસભ્યોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભુમિ છે. આ પાવનભુમિ પર આવીને ગૌરવની લાગણી અનુભવી રહયો છે. તેમણે ગુજરાતી લોકોની ઉદારતા અને ગુજરાતના વિકાસની પ્રસંશા કરી હતી.

Next Story